Saturday, November 27, 2010

ધીંગી ધરાના ગુર્જર નરેશો ભાગ - ૨


આ બ્લોગમાં એવા દરેક લોકો જે ખરેખર વાહનસુખને પાત્ર છે કે નહીં તે તો ભગવાનને જ પૂછવું પડે ?? અથવા બીજાને તકલીફ આપવા માટે જ ભગવાને તેઓને વાહનસુખ આપ્યું હોય કે તેઓ ભોગવતા હોય તેવા લોકો વિશે ફક્ત વાત જ કરવામાં આવી છે તેમના વિશે ટકોર કે ઠપકો આપે તેવી કોઈ વાત નથી.લેખ વાંચ્યાં પછી યોગ્ય લાગે તો કોમેંન્ટ આપવી

ભાઈને વાહનસુખ છે !!!

જેમ કાબેલ મનુષ્યો જમીન પર પાટું મારીને પણ પાણી કાઢી શકે એમ આ લોકો ગમે તે ચીજમાંથી પણ પૌરૂષત્વ પેદા કરે છે . બાકી કાર લઈને પાન ખાવા જવું , સ્ટેશને ચા પીવા જવું કે કાર લઈને ફક્ત નજીકની હોટલમાં આંટો મારવા જવું વગેરે જેવા શોખ તો શારજહાં ને કે નવાબ અકબર પણ નહીં ફરમાવતા હોય !! પાનના ગલ્લાની આજુબાજુ ટોળે વળીને ઉભેલાં કે પછી પાનનો ડુચો મોઢાંમાં ભરીને ઉપસેલા ગાલ સાથે દૂરથી કી-ચેઈનની મદદથી મોટ્ટા અવાજે " પુચ પુચ " કરતું કારનું સેંન્ટ્રલ લોક મારવામાં અને ખોલવામાં જે ઠાઠ અનુભવાય એ તો માંહી પડેલાં જ જાણે !!

આઝાદીનાં ૬૩ વર્ષમાં " સારે જહાં સે અચ્છા " જેટલું નહીં ગવાયું કે સાંભળાયું હોય તેટલું તો એના કરતાં પણ વધારે અત્યારે કારનાં રિવર્સ હોનમાં સાંભળાય છે !! પ્રભાત ફેરીનો જમાનો ગયો લાગે છે , હવે તો સવારના સાડા ચાર વાગે કે રાતે અઢી વાગ્યે પણ સ્ટિરીયોફોનિક સાઉંન્ડમાં કારનું રિવર્સ હોન વાગે કે આખી સોસાયટીને ખબર પડે કે " સ્કોડાધિપતિ , મારૂતિનરેશ , હોંન્ડાધિરાજ , હ્યુન્ડેસમ્રાટ " આવી ગયા છે. પછી ભલેને લોનના હપ્તા ભરવામાં નાકે દમ આવી જતો હોય , કે ઘરમાં કિલો લોટ દળાવવાના પૈસા પણ ઉછીના માંગવા પડે કે બાકી રાખવા પડે. પણ મર્સીડીઝ નું નવું મોડેલ લોંન્ચ થાય કે તેના તમામ ફીર્ચસ મોઢે , એવરેજ મોઢે જ હોય !!

કેટલાક બાઈકપતિઓ તો ગુરૂતાગ્રંથી અનુભવવા માટે અહીંથી મંગળના ગ્રહ પર પણ સંભળાઈ શકે ઍટલા મોટા અવાજવાળાં હોર્ન રાખે છે અને એનો છૂટથી ઉપયોગ પણ કરે છે કે જ્યાં રસ્તો બિલકુલ ખાલી ન હોય , ભીડ ન હોય , ફક્ત ગુરૂતાગ્રંથી અનુભવવા કે હટી જજો નવાબ આવી રહયા છે.



No comments:

Post a Comment