ધીંગી ધરાના ગુર્જર નરેશો .... .... ભાગ - ૧
તું બા'ર નીકળ એટલે કહું હમણાં ....
લગભગ દર એક-દોઢ દાયકે થતી કોમી રમખાણોની વાતને બાદ કરતાં ગુજરાતની બહાર ગુજરાતીઓની છાપ શાંતિપ્રીય " દાળભાતિયા " લોકોની છે. પરતું ગુજરાતમાં કોઈ ' દિ શામળિયો ભૂલો પડી જાય , તો એને નરક ભૂલાવી દે એવી ગાળો એમને સાંભળવા મળે !! બહાર તો એવીય છાપ છે કે ગુજરાતી બચ્ચો માના દુધ પછી ખોરાક ખાતાં શીખે કે તરત જ શેરના સોદા કરતાં શીખી જાય છે.
વેવાઈને ઘેર જઈને ત્યાંથી પણ " સી.એન.બી.સી." માંથી શેરના ભાવ જોઈ પાંચેક કંપનીઓની લે-વેચ કરનાર ગુજરાતીઓ આર્મી - નેવી - એરર્ફોર્સમાં જોડાવવાની બાબતે ઘોર ઉદાસીન છીએ . ( એ વાત પણ બરોબર ગુજરાતીઓ ક્યાં યુધ્ધપ્રેમી કે યુધ્ધખોર છે, હા ! થોડા રમખાણ પ્રેમી ખરા !!)
તેમ છતાંય ક્યાંય પણ બાંયો ચડાવવાનો મોકો મળે કે આપણે ગાળનાં બાણ ચડાવીને ઝઘડવા તૈયાર !!, આગળના વાહનવાળો ગાડી ધીમે ચલાવતો હોય , અચાનક બ્રેક મારે , રોંગ સાઈડથી આવે , કે અકસ્માતે અડાડી દે , કે તરત જ આપણાં સંસ્કાર દેખાવવા માંડે , " વે !! ડોફા દેખાતું નથી ?? " આ ગોબો પડ્યો છે તે કોણ તારો કાકો રીપેર કરશે .... વગેરે ... વગેરે...
સોસાયટી હોય કે એપાર્ટમેંન્ટ , વાહન પાર્ક કરવા , બાલ્કનીમાંથી થૂંકવું , કચરો નાખવો ... .... કોઈ પણ બાબતે આપણે જંગે ચડવા એવરરેડી જ હોઈએ . , સમાજમાં ભલે સમાનતા ન હોય પણ ઝઘડવા માટે આપણે દરેક મુદ્દાને સમાન ગણી , એને સ્વમાનનો મુદ્દો બનાવી યા હોમ કરીને કૂદી પડીએ. !! એટલે જ તો " પાનખાઈને પિચકારી મારવાની બાબતે જબરજસ્ત માર માર્યો , છોકરીની છેડતી બાબતે બે-જુથો વચ્ચે મારામારી " જેવી મહત્વની હેડલાઈનો આપણે ત્યાં ખાસી જગ્યા રોકતી હોય છે.
બાઈક સાથે લાકડાનો ડંડો બાંધી રાખવો , કારની ડેકીમાં સી.એન.જી. ના બોટલ નીચે બેઝબોલનું બેટ રાખવું . કાકાના સાળાના બનેવીનો મોટો દીકરો પોલીસ ખાતામાં કોંન્સ્ટેબલ હોય , તોય આપણે આપણી ગાડીની નંબર પ્લેટ પર પોલીસ લખાવવું , વાહનો પર જ્ઞાતિસૂચક શબ્દો અને ચિન્હો ચોંટાડવા .. આ જ તો વીરતાનાં પ્રતિબિંબ છે. લોકલ લેવલે મવાલીગીરી કરવી , દબંગગીરી કરીને ઈંન્સ્ટન્ટ હીરો થઈ જવાય , એ જ વધુ આર્કષે છે.

No comments:
Post a Comment